તુલસીના સેવનના અગણિત ફાયદા ::::::
ભારતીય હિન્દુ ધર્મમાં તુલસી પૂજા કરવામાં આવે ચ્હે તુલસીનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામાં આવ્યો ચ્હે કારણકે તેના સેવનના અસંખ્ય ફાયદાઓ ચ્હે સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં પણ તુલસીને પુણ્યશાળી કહેવામા આવે છે.
તુલસીના પાનને ઔષધીય ઉપયોગ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના બીજ પણ ફાયદાકારક છે. તુલસીના પાનનું સેવન કરવાથી કફ અને વાયુ દોષ દૂર થાય છે. પાચન શક્તિ અને ભૂખ વધારે અને લોહીને શુદ્ધ કરે છે. તથા તાવ , હ્રદયરોગ, પેટનો દુખાવો, મલેરિયા અને બેકટેરિયલ ઇન્ફેક્ષનમાતુલસીના પાન ફાયદાકારક છે. તુલસી ના બે પ્રકાર છે 1 રામ અને 2 શ્યામ જેમાં રામ તુલસીને મજાતવ આપવામાં આવ્યું છે.
તુલસી મગજ માટે ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિ તેજ થાય છે. તેથી , નિયમિતપણે ચાર થી પાંચ તુલસીના પાને પાણી સાથે ગળવું.
તણાવ માથાનો દુખાવો સામાન્ય છે. આવી સ્થિતિમાં તુલસીના તેલના એક - બે ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે. માથાના વાળમાં જૂનો નાશ કરે છે, જો વાળમાં જૂની સમસ્યા હોય તો વાળમાં તુલસીનું તેલ લગાવવાથી આરામ મળે છે.
ઘણા લોકો રાતના અંધત્વથી પીડાય છે. સાંજ પછી દ્રષ્ટિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં તુલસીના પાનાનાં રસના બે ત્રણ ટીંપા આંખોમાં નાખવાથી ફાયદો થાય છે.
તુલસીના પાનાને સુંઢવાથી સાઇનસની સમસ્યાથી છૂટકારો મળે છે.
તુલસીના પાન કાનની બળતરા અને દુખાવામાં રાહત આપે છે તુલસીના પાનનો રસ કાઢીને ગરમ કરી થોડા ટીપાં કાનમાં નાખવાથી આરામ મળે છે.
તુલસીના પાનથી દાંતના દુખાવામાં રાહત મળે છે કાળા મારી અને તુલસીના પાનની ગોળી બનાવીને દાંત નીચે રાખવાથી ફાયદો થાય છે.
0 Komentar untuk "તુલસીના સેવનના અગણિત ફાયદા "